Tuesday, May 6, 2025

શોર્ય દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરભરમાં રેલી યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને શોર્ય દિવસ નિમિત્તે શહેરભરમાં રેલી યોજાઈ હતી.

મોરબી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે 25 ડિસેમ્બરે નાતાલના દિવસે શોર્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ શોર્ય દિવસ નિમિત્તે વિશ્વ હિન્દૂ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. જેમાં દરબારગઢ રામ મહેલ મંદીર પાસેથી રેલી નિકળી શહેરનો મુખ્યમાર્ગો ઉપર ફરી વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય લખધીરવાસ ગેટ ખાતે પૂર્ણ થઈ હતી.જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો કેસરિયા સાફા સાથે સજ્જ થઈને જોડાયા હતા. આ તકે વિશ્વ હિન્દુ પરિષદના મોરબી શહેર પ્રમુખ કમલેશભાઈ બોરીચાએ આજે નાતાલની ઉજવણીમાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે આ શોર્ય દિવસની ઉજવણી કરી હોવાનું જણાવ્યું હતું.

Related Articles

Total Website visit

1,502,776

TRENDING NOW