શેરીએ કૂતરાને મારવાની અને ગાળો બોલવાની ના પાડતાં રાત્રે ૪ શખ્શોએ યુવતીના દાદાને માર માર્યો.
માળિયા તાલુકાના કુંભારીયા ગામે યુવતીની શેરીમાં કુતરાને મારવાની અને ગાળો બોલવાની એક શખ્સને ના પાડતા રાત્રે ચાર શખ્સો ધોકા કુહાડી લઈ આવી યુવતીના દાદાને ધોકા વડે માર મારી યુવતીને કુહાડી વડે ઇજા કરી ચારે શખ્સોએ દાદા પૌત્રીને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ભોગ બનનાર યુવતીએ આરોપી ચારે શખ્સો વિરુદ્ધ માળિયા મી પોલીસે મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના કુંભારીયા ગામે રહેતા સોનલબેન દિનેશભાઇ મોરતરીયા (ઉ.વ.૧૮) એ આરોપી ભરતભાઈ સોંડાભાઈ, કાનાભાઈ સોંડાભાઈ, રાજેશભાઈ સોંડાભાઈ, સત્રુધન ઉર્ફે દકુડો સોંડાભાઈ રહે. બધા કુંભારીયા ગામ તા. માળીયા (મી) વાળા વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૩૦-૦૩-૨૦૨૩ ના રોજ ફરીયાદીની શેરીમા આરોપી ભરતભાઈ કુતરાને મારતા હોય અને ગાળો બોલતા હોય જેથી ફરીયાદી તથા સાહેદોએ ગાળો બોલવાની ના પાડતા આરોપી ભરત ત્યાથી જતા રહેલ અને રાત્રીના સાડા અગ્યારેક વાગ્યા વખતે આરોપી ભરતભાઈ ધોકો લઈ તથા આરોપી કાનાભાઈ કુહાડી લઈને ફરીયાદીના ઘર પાસે આવી અમારી સામે ફરીયાદ કરવા જાવ છો તેમ કહી જગડો કરી ગાળો બોલી ફરીયાદીના દાદા ગોરધનભાઈને ધોકા વડે માર મારવા લાગતા ફરીયાદી સોનલબેન બચાવવા વચ્ચે પડતા આરોપી કાનાભાઈએ કુહાડીનો ઘા ફરીયાદી સોનલબેનના ડાબા હાથમા આંગળીના વચ્ચેના ભાગે મારતા ઈજા થતા તેમજ આરોપી રાજેશભાઈ તથા સત્રુધને પાછળથી આવી ફરીયાદી તથા સાહેદ ગોરધનભાઈને ઢીકા પાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર સોનલબેનએ આરોપી ચારે શખ્સો વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.