શું તમને ખબર છે, સરકાર દ્વારા સરકારી સોડા ઠંડા પીણાં ની કંપની ની સ્થાપના કરવામાં આવી હતી ?
જી હા… ભારત સરકાર દ્વારા ઠંડા પીણાં ની કંપની સ્થાપવામાં આવી હતી.જેનું નામ “ડબલ સેવન” રાખવામાં આવ્યું હતું.
પરંતુ સરકારને કંપની સ્થાપવાની શું જરૂર પડી ?? ચાલો જાણી એ….
ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં ઇમેરજન્સી લગાવવામાં આવી હતી. ૨૧ મહિના ની ઇમેરજન્સી બાદ ચૂંટણી થઈ અને ઇન્દિરા ગાંધીની સરકાર પડી ભાંગી અને જનતા પાર્ટીનો વિજય થયો. ત્યારે સૌ પ્રથમ વખત કોઈ નોન કોંગ્રેસ પાર્ટી કેન્દ્રમાં સત્તા પર આવી હતી. ત્યારે મોરારજી દેસાઇને વડાપ્રધાન બનાવમાં આવ્યા હતા.
રાજનીતિમાં આવેલ મોટા બદલાવ બાદ મોરારજી દેસાઈની સરકારે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ(FERA) અંતર્ગત કોકા કોલા , IBM જેવી વિદેશી કંપનીઓને ભારત માંથી બહાર ધકેલવામાં આવી. બાદ આ મોટી મોટી કંપનીઓ માં મોટી સંખ્યા કામ કરતા ભારતના નાગરિકો બેરોજગાર બન્યા. એવા સમયે આ તમામ બેરોજગાર નાગરિકો ને રોજગાર આપવા માટે સરકાર દ્વારા એક ઠંડા પીણાં ની કંપની શરૂ કરવામાં આવી હતી. જેનું નામ ” ડબલ સેવન” રાખવામાં આવ્યું હતું.
સર્વ પ્રથમ વખત ભારતય બજારમાં સરકારી ઠંડુ પીણુ આવ્યું હતું. આ “ડબલ સેવન” ને બનાવવાનું કામ સરકારી સંસ્થા “CFTRI” દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત “ડબલ સેવન” પીણાને દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે વાર્ષિક વ્યાપાર મેળામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારના સમયમાં પ્રથમ વખત લેમન-લાઇમ ફ્લેવર નું ઠંડુ પીણું માર્કેટમાં આવ્યું હતું.
પરંતુ “ડબલ સેવન” માર્કેટ માં ટકી સકી નહિ. કારણ કે લોકોને ભારતીય બનાવટના બીજા ઠંડા પીણા ખૂબ પસંદ આવવા લાગ્યા જેમાં “કેમ્પા કોલા , થમ્બસ અપ તેમજ ડ્યુકસ” સામેલ છે. તો બીજી તરફ ૧૯૮૦ ની સાલમાં ફરી ઇન્દિરા ગાંધી સત્તા પર આવ્યા અને લેમન-લાઇમ ફ્લેવર્સ નુ “ડબલ સેવન” ઠંડુ પીણું એક ખૂણા માં દબાઈ ગયું.