Saturday, May 3, 2025

શહીદ દિન નિમિતે ABVP ના આયામ SFS સ્ટુડન્ટ ફોર સેવા મોરબી દ્વારા યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ.

Advertisement
Advertisement
Advertisement


શહીદ દિન નિમિતે ABVP ના આયામ SFS સ્ટુડન્ટ ફોર સેવા મોરબી દ્વારા યોજાશે બ્લડ ડોનેશન કેમ્પ.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 1949 થી વિદ્યાર્થી હિત તેમજ રાષ્ટ્ર હિત માટે કાર્યરત વિશ્વ નું સૌથી મોટું છાત્ર સંગઠન છે.વિદ્યાર્થી પરિષદ એ માત્ર શિક્ષણ જગત સીમિત નહિ પરંતુ વિધાર્થીઓ પણ સમાજ ને કેવી રીતે મદદરૂપ થઈ
શકે તેવી ભાવના સાથે કોરોના જેવી મહામારી માં પણ તંત્ર અને સમાજ સાથે પણ ખડે પગે ઉભેલ. એ જ રીતે ABVP ના સ્ટુડન્ટ ફોર સેવા ના આયામ અંતર્ગત 23 માર્ચ શહીદ દિન નિમિતે રક્તદાન કેમ્પ યોજાશે.

23/3/2022 ના રોજ આ કેમ્પ સંસ્કાર બ્લડ બેંક ખાતે સવારે 9:00 વાગ્યા થી 2:00 વાગ્યા સુધી યોજાશે. રક્તદાતાઓ ને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો તેમજ સર્વે નાગરિકો આ કેમ્પ માં જોડાય તેવી ABVP પરિવાર અપિલ કરે છે. આ ઉપરાંત આગામી સમય માં કોલેજ કેમ્પસ માં બ્લડ ડિરેક્ટરી ની રચના પણ કરાશે. તેમજ આ કાર્યક્રમ ના ઇન્ચાર્જ શક્તિસિંહ ઝાલા નગર SFS સંયોજક(9687535939) તેમજ રાજદીપસિંહ જાડેજા નગર હોસ્ટેલ સંયોજક (8238315600)જેઓ રહેશે વધુ માહિતી માટે આપ તેમનો સંપર્ક કરી શકાશે.

લી.
ABVP મોરબી પરિવાર

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW