શનાળા રોડ પર થી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સ ઝડપાયો.
મોરબી ના શનાળા રોડ પર આવેલ સરદાર બાગ નજીક થી વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ ઉપર સરદાર બાગ સામેથી આરોપી કાસમભાઈ મામદભાઈ દલને બેલેન્ટાઇન્સ ફાઈનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની બે બોટલ કિંમત રૂપિયા 2000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.