Monday, May 5, 2025

વ્યાજખોરોએ 50 હજારના સવા ત્રણ લાખ પડાવ્યા: હજું 75 હજારની પઠાણી ઉઘરાણી કરી યુવકને જાનથી મારી નાખવાની આપી ધમકી

Advertisement
Advertisement
Advertisement

વ્યાજખોરોએ 50 હજારના સવા ત્રણ લાખ પડાવ્યા: હજું 75 હજારની પઠાણી ઉઘરાણી કરી યુવકને જાનથી મારી નાખવાની આપી ધમકી

મોરબી: વ્યાજખોરીના દુષણને ડામવા માટે મોરબીમાં ગઈકાલના રોજ રાજકોટ રેન્જ આઇજીની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો હતો જેમાં મોરબી તાલુકાના જેતપર ગામના અરજદારના બે વ્યાજખોરોએ 50 હજારના ૩,૨૫,૦૦૦ બળજબરીથી કઢાવી લીધેલ હોય તેમ છતા બંને આરોપીઓ હજું અરજદાર પાસે ૭૫,૦૦૦ની પઠાણી ઉઘરાણી કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ મોરબીમાં ગઈ કાલે લોક દરબાર યોજાયો હતો જેમાં વ્યાજખોરોથી પરેશાન અરજદારોએ પોતાની સમસ્યાઓ રાજકોટ રેન્જ આઇજીની હાજરીમાં જણાવી હતી. ત્યારે મોરબી તાલુકાના જેતપર ગામના મુળ રહેવાસી અને હાલ મોરબી -૨ મહેન્દ્રનગર પ્રભુકૃપા સોસાયટીમાં રહેતા અનિલભાઈ હરીલાલભા કંડીયા (ઉ.વ.૨૫) એ આરોપી સોહીલભાઈ સુમરા અને ભવ્યરાજસિંહ ગીરીરાજ સિંહ ઝાલા રહે બંને વિરપરડા વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે આજથી બે વર્ષ પહેલા આજદીન સુધી ફરીયાદીને આરોપી નંબર સોહીલભાઈ સુમરાએ રૂપિયા ૫૦,૦૦૦ દરોજના રૂપિયા ૫૦૦ વ્યાજ લેખે આપેલ બાદ ફરીયાદી પાસેથી આરોપીઓએ રૂપિયા ૩,૨૫,૦૦૦ બળજબરીથી કઢાવી લીધેલ હોય તેમ છતા બંન્ને આરોપીઓ ફરીયાદી પાસેથી હજુ ૭૫,૦૦૦ની પઠાણી ઉધરાણી કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાની ભોગ બનનાર અનિલભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૩૮૪,૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા ગુજરાત નાણાની ધીરધાર કરનારઓ બાબતનો અધીનિયમ-૨૦૧૧ ની કલમ-૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,755

TRENDING NOW