Thursday, May 1, 2025

વ્યાજખોરોએ મોરબી તાલુકાના આધેડ પાસેથી બળજબરી પૂર્વક ચેક પડાવી લીધો..

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના ગોકુલનગર (મકનસર) માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા રસીકભાઇ રતીલાલભાઈ ચાવડા (ઉ.વ.૪૯) એ આરોપી અર્જુનભાઈ ઉર્ફે અજુ રાઘવભઈ ગમારા (ઉ.વ.૩૩), જગદીશભાઈ ઉર્ફે બલી નાજાભાઈ વરૂ (ઉ.વ.૪૦ ), ચંદુભાઈ નાથાભાઈ વરૂ (ઉ.વ. ૩૩) રહે.ભરવાડપરા નવા બસ સ્ટેન્ડ સામે તા.વાંકાનેર તથા બીપીનભઈ જેમલભાઈ ધામેચા રહે.ભક્તીનગર ૦૨ નવ મકનસર તા.જી,મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી ચંદાભાઇ ભરવાડ, જગાભાઇ ભરવાડ તથા અજાભાઇ ભરવાડએ પાંચ-પાંચ લાખ રૂપિયા મળી કુલ રૂપિયા પંદર લાખ જેટલા ફરીયાદીને પાંચ ટકાના વ્યાજે આપેલ હોય ફરીયાદી છેલ્લા બે મહીનાથી વ્યાજ નહી ભરી શકતા તેઓને જાનથી મારી નાખવાની ધાક-ધમકી આપી ફરીયાદીના વૈશાલી ટ્રાન્સપોર્ટના એકસીસ બેંકના એકાઉન્ટના ચેકો બળજબરી થી લખાવી કઢાવી લઇ તેમજ આરો બીપીનભાઇ દરજી પાસેથી કટકે કટકે ચૌદ લાખ રૂપીયા ત્રણ ટકા વ્યાજે મેળવી છેલ્લા બે મહીનાથી ફરીયાદીએ આરોપીઓને તેઓની પાસેથી લીધેલ મુડીના વ્યાજની રકમ ભરપાઇ નહીં કરી શકતા ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આધેડે આરોપીઓ વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,611

TRENDING NOW