Monday, March 16, 2026

વીસીપરા રેલવે સ્ટેશન પાછળથી જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

વીસીપરા રેલવે સ્ટેશન પાછળથી જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ ઝડપાયા.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા રેલવે સ્ટેશન પાછળથી જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ત્રણ જુગારીઓને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બાતમીને આધારે વિસીપરા રેલવે સ્ટેશન પાછળના વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી કિશનભાઇ ધીરૂભાઇ સોલંકી, કમુબેન બટુકભાઇ સોલંકી અને મંજુબેન રમેશભાઇ સોલંકીને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 1850 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,597,669

TRENDING NOW