Monday, March 9, 2026

વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લો દુર્ગાવાહિની દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવારનીહર્ષલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી *ભારતીય સમાજ

Advertisement
Advertisement
Advertisement

🚩જય શ્રી રામ 🚩
વિશ્વ હિંદુ પરિષદ મોરબી જિલ્લો દુર્ગાવાહિની દ્વારા રક્ષાબંધનના પવિત્ર તહેવાર ની હર્ષલ્લાસપૂર્વક તા. ૨૮/૦૮/૨૦૨૩, સોમવારે ઉજવણી કરવામાં આવી હતી. *ભારતીય સમાજ માં પ્રેમ અને સુરક્ષા ની ભાવના દ્રઢ કરવા માટે અનોખો ઉત્સવ*

પરંપરા મુજબ દુર્ગાવાહીનીના બહેનો દ્વારા સફાઈ કામદાર, ગૌ સેવા કેન્દ્ર, પોલીસ જવાનો, નગર પાલિકા ના કર્મચારીઓ, બેંક ના કર્મચારીઓ, ડૉક્ટરશ્રીઓ, મનોવિકલાંગ ભાઈઓ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના અધિકારી વિહિપ તથા બજરંગદળ ના અધિકારી તથા કાર્યકર્તા બંધુઓ તથા સંતો મહંતો અને તેમજ અલગ અલગ ૧૭ સ્થાન પર ભાઈઓને રક્ષા સૂત્ર ના તાંતણે બાંધી તેઓના દીર્ઘાયુ અને તંદુરસ્ત સ્વાસ્થ્ય સાથે ભારત માતાની સેવા કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં દુર્ગાવાહિનીના ૧૬ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ તા.૨૮/૦૮/૨૩ ને સોમવાર ૧૭ સ્થાન પર કરવામાં આવ્યો હતો.

Related Articles

Total Website visit

1,595,185

TRENDING NOW