ટંકારા: ગૌ સેવા યુવક મંડળ-વિરપર દ્વારા ગૌમાતાના લાભાર્થે મહાન ધાર્મિક નાટક ખેમડીયો કોટવાળ યાને મચ્છુ તારા વહેતા પાણી અને સાથે પેટ પકડીને હસાવતું હાસ્ય કોમીક ડાભલા ના ભવાડા પ્રસ્તુત કરવામાં આવશે.
જેમા તા.20ને બુધવાર શરદ પૂનમના દિવસે રાત્રે 9:30 કલાકે વીરપુર ગામે આવેલ કામધેનું આશ્રમ ખાતે નાટક રજુ કરવામાં આવશે. આથી લોકોને આ નાટક નિહાળવા માટે કામધેનુ ચેરીટેબલ ટ્રસ્ટ વિરપર દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.