વિરપર ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ.
વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે વિરપર ગામની સીમમાંથી દેશીદારૂની ભઠ્ઠી ઝડપી પાડી છે. ત્યારે આરોપી હાજર ન મળી આવતા આરોપીને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી બબાભાઈ હકાભાઈ દેકાવાડીયાની દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઈ દેશી દારૂ બનાવવાનો આથો 800 લીટર, દેશી દારૂ 210 લીટર, ભઠ્ઠીના સાધનો અને ગેસના બાટલા નંગ-2 સહીત કુલ 9800નો મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે દરોડા દરમિયાન દેશીદારૂનો ધંધાર્થી બબાભાઈ હકાભાઈ દેકાવાડીયા હાજર નહીં મળી આવતા પોલીસે ફરાર જાહેર કરી પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.





