વિરપરડા ગામના સરપંચ દ્વારા વિદ્યાર્થીઓ માટે એસટી બસની માંગ સાથે મેનેજરને પત્ર લખ્યો
વિરપરડા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે મોડપર જવું પડતું હોય છે. ત્યારે ધોરણ ૬ થી ૮ ના કુલ ૨૨ થી ૨૫ જેટલા વિદ્યાર્થીઓને હાલ શાળા પહોંચવા માટે ખૂબ તકલીફ ભોગવવી પડતી હોય છે.હાલ નેશનલ હાઈવેનું કામ કાજ શરૂ હોય ત્યારે અવારનવાર ત્યાં અકસ્માત સર્જાય છે ત્યારે વિદ્યાર્થીઓને જીવનું જોખમ હોય ત્યારે ગામના સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને મોળપર જવા માટે સ્પે. એસ.ટી. ફેરો સેટ કરી આપવા માંગ કરી છે.
વિદ્યાર્થીઓની શાળા નો સમય સવારે ૧૧ થી ૫ વાગ્યા નો હોય ત્યારે મોરબી થી વિરપરડા માટેની બસ નો સમય સવારે ૯:૩૦ કરવામાં આવે તો રિટર્નમા તમામ વિદ્યાર્થીઓ વિરપરડા થી મોડોપર સમયસર પહોંચી જાય. સાંજના સમયે કુંતાસી વાળો ફેરો ૩:૪૫ ની જગ્યા એ ૪:૧૫ કરવામાં આવે તો તમામ વિદ્યાર્થીઓ સમયસર ઘરે પહોંચી જાય એ માટેની વ્યવસ્થા ગોઠવવા માટે તેમજ તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ માટે સ્પે. ફેરો આપવામાં આવે તેવી માંગ કરી છે.