વિધવા મહિલાઓ બહેનોને માસિક પેન્શન યોજના અંતર્ગત સહાય આપવા વિધાનસભામાં જોગવાઈ કરવા દરખાસ્ત તૈયાર કરવા ભારતીય નારી એકતા સંગઠન તથા ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશનના સંકલન દ્વારા રજૂઆત
ગુજરાત રાજ્યમાં વિધવા બહેનો માતાઓને માસિક આર્થિક મદદ માટે 1250 રૂપિયા આપવામાં આવે છે તે આવકાર્ય છે પરંતુ હાલની પરિસ્થિતિમાં મોંઘવારી વધતા આટલી રકમથી જીવન જીવવું ખૂબ મુશ્કેલી ભર્યું બન્યું છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા અવારનવાર સરકારી નોકરી કરતા કે ચૂંટાયેલા ધારાસભ્ય સાંસદ ને મોંઘવારી વધતા પગાર પથ્થર કે પેન્શનમાં વધારો કરવામાં આવે છે ત્યારે વિધવા બહેનો માતાઓને પણ મળતા પેન્શનમાં વધારો કરવા માટે વિધાનસભા બજેટ સત્રમાં નાણાકીય જોગવાઈ કરવા દરખાસ્ત તૈયાર કરવા માટે મહિલા એન્ડ બાળ વિકાસ અધિકારીને ઓલ ઇન્ડિયા ડ્રાઈવર એકતા એસોસિએશનના તથા ભારતીય નારી એકતા સંગઠનના પ્રમુખ હરપ્રીત કોર અને તેમની ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે