વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મામલે શ્રી રાજપૂત કરણી સેના ની ઉગ્ર રજુઆત ની સરકારે નોંધ લીધી :ગૃહમંત્રી સાથે સફળ મુલાકાત
શ્રી રાજપૂત કરણી સેના એ સમગ્ર ગુજરાતભર માં તા.8 ના રોજ એકજ સમયે આપેલા આવેદનપત્ર આપવાની સફળ ઝુંબેશ ના પ્રતિભાવરૂપે આગેવાનો ને મુલાકાત માટે બોલાવતા ગુજરાત ના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ યુવરાજસિંહ ને ન્યાય ની ખાત્રી આપી હતી.. આ તકે ગુજરાત પ્રદેશ ભા.જ.પ. મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા તથા શ્રી રાજપૂત કરણી સેના અધ્યક્ષ જે. પી. જાડેજા, પ્રદેશ પ્રભારી ભરતભાઈ કાઠી અને સૌરાષ્ટ્ર મંત્રી પૃથ્વીરાજસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.