Tuesday, March 17, 2026

વાવડી રોડ પર કાર માંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો.

Advertisement
Advertisement
Advertisement

વાવડી રોડ પર કાર માંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો.

મોરબીના વાવડી રોડ પર આવેલ મિલનપાર્ક શેરી નં -૨ માં આ કામના આરોપીની કાર માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે તેની અટકાયત કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર મિલન પાર્ક શેરી નં -૨ માં આરોપી ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા રહે. મહેન્દ્રપરા શેરી નં -૧૪ તા.જી. મોરબી વાળાએ પોતાના કબ્જા ભોગવટા વાળી આઇ ટ્વેન્ટી કાર રજીસ્ટર નંબર-જીજે -૦૫-આર એચ -૯૬૩૮ વાળીમા વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૯૦ કિં રૂ.૪૫,૦૦૦ તથા આઇ ટ્વેન્ટી કાર રજીસ્ટર નંબર-જીજે -૦૫-આર એચ -૯૬૩૮ વાળી ની કિં રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ કિં રૂ.૨,૪૫,૦૦૦ નો મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે કબ્જે કર્યો છે રેઇડ દરમ્યાન આરોપી ધનરાજ શાંતુભા મકવાણા રહે. મહેન્દ્રપરા શેરી નં -૧૪ તા.જી. મોરબી વાળો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,597,958

TRENDING NOW