Sunday, June 21, 2026

વાર્ષિક ઇન્સ્પેક્શન:અંજારના દુધઇ પોલિસ મથકે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું

Advertisement
Advertisement
Advertisement

વાર્ષિક ઇન્સ્પેક્શન: અજારના દુધઇ પોલિસસ મથકે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકે વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું

અંજારના દુધઈ પોલીસ મથકની પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે મુલાકાત લઈ વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું અને પેટ્રોલીંગ સહિતના મામલે સૂચનો કર્યા. પૂર્વ કચ્છ પોલીસ વડા દ્વારા કચ્છના અંજાર તાલુકાના દુધઈ ખાતેના પોલીસ મથકની વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત મુલાકાત લઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

પોલીસ વડા સાગર બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન હેઠળ પોલીસ પરેડ, પોલીસ રેકોર્ડ, ક્રાઈમ તથા આઉટ પોસ્ટ સહિતના મુદ્દે સ્ટાફને વિવિધ સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને હાઈવે પેટ્રોલિંગ, મુખ્ય રસ્તા તેમજ આસપાસના ગામોમાં લોક ભાગીદારી સાથે સીસીટીવી કેમેરા લગાવવા માટે વિશેષ સૂચન કર્યું હતું.

ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસવડાએ અનુસુચિત જાતિના મહોલ્લાની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ ગામલોકો સાથે લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ઇન્સ્પેક્શન દરમિયાન દુધઈ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ મોરી, પીએસઆઇ રાણા, ડીવાયએસપી અંજાર મુકેશ ચૌધરી, ખીમજીભાઇ ફફલ અને ગામલોકો ઉપસ્થિત રહ્યા હતા – રીપોર્ટ બાય – મહેશ રાજગોર ભચાઉ

Related Articles

Total Website visit

1,608,937

TRENDING NOW