ટંકારા તાલુકાના વાછકપર ગામે પાણી ભરેલ ખાડામાં ડૂબી જતાં સગીરનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મળતી માહિતી મુજબ વાછકપર ગામમાં રહેતા ૧૫ વર્ષીય ગંગાદાસ કાળુભાઇ પરમાર ગઇકાલે કોઇ કારણોસર પાણી ભરેલા ખાડામાં ડુબી જતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.





