Saturday, March 7, 2026

વાંકાનેર હાઇવે પર મકનસર પાસે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર હાઇવે પર મકનસર પાસે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઝડપાયો.

વાંકાનેર મોરબી હાઇવે નજીક આવેલ મકનસર ગામ પાસે સ્વામિનારાયણ મંદિર નજીકથી એક ઈશમ પોતાના હવાલા વાળા બાઈક પર ઇંગ્લિશ દારૂની બોટલોની હેરાફેરી કરતો મળી આવતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી-વાંકાનેર હાઈવે ઉપર મકનસર ગામે સ્વામિનારાયણ મંદિર સામે આરોપી યતીશભાઈ બાબુભાઈ મુછડીયા (ઉ.વ.૨૩) રહે. રફાળેશ્વર તા.મોરબી વાળાએ પોતાના હવાલાવાળા હીરો કંપની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-AG-17 કિં રૂ.૩૦,૦૦૦ વાળામા ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ. ૭૫૦ મળી કુલ કિં રૂ.૩૦,૭૦૦ના મુદ્દામાલ સાથે મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,075

TRENDING NOW