વાંકાનેર સીટી પોલીસે ખોવાયેલ બાળકીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું
વાંકાનેર શહેરના ધર્મચોક પાસેથી આશરે ૩ વર્ષની એક બાળકી રડતી હાલતમાં મળી આવતા બાળકીના વાલીવારસ અંગે સીટી પોલીસ સી ટીમ દ્વારા આજુ બાજુ તપાસ કરેલ પરંતુ બાળકીના વાલી વારસ ન મળતા પોલીસ સ્ટાફ દ્વારા બાળકીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન લઈ આવી બાળકીને તેનું મેરીસ હોવાનુ જણાવેલ તેમજ માતા-પિતાના નામ કે સરનામા બાબતે કોઈ સ્પષ્ટ રીતે ખબર પડતી ન હોય જેથી બાળકી પોલીસ સ્ટેશન નાસ્તો કરાવી પોલીસ સ્ટાફ દ્વારા બાળકીના વાલીવારસ અંગે શોધખોળ કરતા ભાટીયા સોસાયટીમાં રહેતા બાળકીની માતા મોહસીનાબેન મકસુરભાઈ ભોણીયા મળી આવતા માતાપુત્રીનું સુખદ મિલન કરાવ્યું હતું.