Saturday, May 3, 2025

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ભાજપ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ અને દાતાનું સન્માન કરાયું

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર: મિલકત પર માલિકી નો ભાવ નહીં પરંતુ સેવાનો ભાવ તમામ મારી સંપત્તિ એ સમાજની સંપત્તિના ભાવથી કેલેરીસ કંપની દ્વારા વાંકાનેર શહેરના દર્દીઓની સેવા માટે એક એમ્બ્યુલન્સનું વાંકાનેર સરકારી હોસ્પિટલને અર્પણ કરીને સર્વ શ્રેષ્ઠ દાનનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

દરિદ્ર નારાયણની સેવા એટલે પ્રભુસેવા જે સેવાને બિરદાવવા માટે વાંકાનેર ભાજપ પરિવારના બધા જ કાર્યકર્તાઓ ઉત્સાહથી સરકારી હોસ્પિટલે આવ્યા હતા. અને કેલેરીસના પ્રતિનિધિ તરીકે મેનેજર રણજીત રાય અને આસિસ્ટન્ટ મેનેજર મોહિતભાઈ ફીચડીયા, વાંકાનેર તાલુકા પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા, શહેર પ્રમુખ પરેશભાઈ મઢવીએ સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. વાંકાનેર તાલુકા અને શહેરના તમામ ભાજપના કાર્યકર્તાઓએ પુષ્પ વૃષ્ટિ કરીને એમ્બ્યુલસ તેમજ દાતાને વધાવ્યા હતા. આ તકે વાંકાનેર ડેપ્યુટી કલેકટર શિરસયા, તાલુકા પંચાયત પ્રમુખ ધમભા ઝાલા, તાલુકા પ્રમુખ રતિલાલભાઈ અણીયારીયા, શહેર પ્રમુખ પરેશભાઇ મઢવી, સરકારી હોસ્પિટલના એચ.ઓ.ડી. ડોક્ટર પરમાર સાહેબે ફ્લેગ આપીને આજની તારીખે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું.

આ સેવાની ભાવનાને વાંકાનેર સ્ટેટ કેસરી દેવ સિંહએ શુભેચ્છા સંદેશ પાઠવીને ભાજપના કાર્યકર્તાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આરોગ્ય સેવા સમિતિના સભ્ય ઋષિરાજ સિંહ ઝાલાને પણ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે વાંકાનેર તાલુકાના સભ્યો અને સંગઠનના સભ્યો વાંકાનેર શહેરના સભ્યો અને સર્વે ભાજપના કાર્યકર્તાઓએ હાજરી આપીને આ સેવાને હૃદયથી બિરદાવી હતી.

Related Articles

Total Website visit

1,502,724

TRENDING NOW