Saturday, March 14, 2026

વાંકાનેર શહેર ભાજપ સંગઠનના નવા હોદ્દેદારોની વરણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ કરીને મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરિયા દ્વારા વાંકાનેર શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે.

જેમાં વાંકાનેર શહેર ભાજપના પ્રમુખ તરીકે મઢવી પરેશભાઈ શંભુભાઈ, મહામંત્રી પટેલ દિપકભાઈ શામજીભાઈ અને ઝાલા ક્રિપાલસિંહ દેવુભા, ઉપપ્રમુખ તરીકે ખીરૈયા હિરેનભાઈ સુરેશભાઈ, શાહ અમિતકુમાર કિશોરચંદ્ર, જોષી નિશિથકુમાર દિનેશચંદ્ર, જાડા સંજયભાઈ છગનભાઈ, રાતડીયા અરજણભાઈ જીવણભાઈ અને ઉપપ્રમુખ તરીકે બોસીયા શારદાબેન દિપકભાઈ, મંત્રી તરીકે પાટડીયા અમિતભાઈ હરેશભાઈ, પાટડીયા નરેન્દ્રભાઈ, મંત્રી તરીકે રીટાબેન શૈલેષભાઈ મહેતા, પરમાર નયનાબેન ગંભીરસિંહ, કિંજવાડીયા શાંતાબેન વિનોદભાઈ અને બારોટ રમીલાબેન મયાભાઈ, કોષાધ્યક્ષ તરીકે લહેરૂ રિદ્ધિશભાઈ જવાહરભાઈ, કાર્યાલય મંત્રી તરીકે ગેડીયા મુળજીભાઈ એચ. તેમજ પ્રવકતા તરીકે ગૌસ્વામી શૈલેષભાઈની નિમણુંક કરાઇ છે.

Related Articles

Total Website visit

1,596,992

TRENDING NOW