વાંકાનેર શહેર પોલીસ ની પ્રશંસનીય કામગીરી
વાંકાનેર ગત રાત્રીએ વરસસદ સાથે અતિ ઝડપે પવન ફૂંકવાના લીધે ઘણા વૃક્ષો ધરાસાઈ થયા હતા જેમાં એક હાઈવે પર ના વૃક્ષ ધરાસાઈ હોવાની

માહિતી મળતા વાંકાનેર શહેર પોલીસ ટીમ ત્યાં તુરંત પહોંચી અને સૌ સાથે મળી વૃક્ષ ને રસ્તા પર થી દુર ખસેડાયું આ વૃક્ષ પડવાથી જે વ્યક્તિ ને ઇજા પહોંચી તેને વાંકાનેર શહેર પોલીસ ટીમ દ્વારા તાત્કાલિક વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા વાંકાનેર પોલીસ ની આ કામગીરી જોનાર લોકોએ વાંકાનેર પોલીસ ની કામગીરી ને બિરદાવી અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સાર્થક કરી બતાવ્યું
