વાંકાનેર વઘાસિયા ટોલનાકાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ
વાંકાનેર ના વઘાસીયા ટોલનાકા ના કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.વધાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે વાંકાનેરના વધાસીયા ગામની સીમમાંથી ધરપકડ કરી હોવાની માહિતી હાલ મળી રહી છે.અત્યાર સુધીમાં પાંચ આરોપીની ધરપકડ થઇ ચુકી છે.





