વાંકાનેર :- રહેણાક મકાન માંથી દારૂનો જથ્થો પકડી પાડતી વાંકાનેર પોલીસ.
વાંકાનેર પોલીસ દ્વારા વાંકાનેર સિટી પોલીસ મથક વિસ્તાર માંથી અંગ્રેજી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસને મળેલ બાતમીના આધારે વાંકાનેર પોલીસ દ્વારા મારુતિ ના શો રૂમના પાછળના ભાગમાં આવેલ રહેણાક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી. ત્યારે રેઇડ દરમિયાન મકાન માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નં-૧ સુપેરીઓર વ્હીસ્કી ફોર સેલ ઈન હરીયાણા ઓનલી લખેલ ૭૫૦ એમ.એલ લખેલ બોટલો નંગ-૪૮ કી.રૂ. ૧૮૦૦૦/- નો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આ તમામ જથ્થો પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો. હકીકત વાળી જગ્યા પરથી આરોપી હાજર ન મળ્યો હોઈ ત્યારે પોલીસ દ્વારા આરોપીની સોધખોડ શરૂ કરવામાં આવી છે.