Wednesday, March 11, 2026

વાંકાનેર-મોરબી હાઇવે પર કારમાંથી દેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

મોરબી વાંકાનેર હાઈ વે પરથી પોલીસે શંકાસ્પદ કારને તપાસ કરતા કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.

મળતી માહિતી મુજબ વાંકાનેર- મોરબી હાઇવે પર આવેલા રફાળેશ્વર GIDC પાસે મેગ્નમ કારખાનાની સામે રોડ પર મોરબી તાલુકા પોલિસે તાપસ કરતા આરોપી દિલીપ મનસુખભાઇ ગાબુ (ઉ.વ.૧૯) ધંધો મજુરી રહે.ચોટીલા ધર્મશાળા પાછળ મફતીયાપરાના કબ્જામાંથી ૮ બચકા જેમાં દેશી દારૂ કેફી પ્રવાહી દેશીદારૂ ભરેલ પ્લા.ની મોટી કોથળીઓ નંગ-૪૦ કેફી પ્રવાહી દેશીદારૂ લીટર-૨૦૦ કિ.રૂ.૪૦૦૦/ નો દેશીદારૂ આરોપી જયરાજભાઇ પોલભાઇ (રહે.સાલકડા તા.ચોટીલા)પાસેથી મેળવી પોતાના કબજા ભોગવટાવાળી હયુન્ડાઇ એસેન્ટ કાર રજી. નં-GJ-03-AB-6103 (કિ.રૂ.૧,૦૦,૦૦૦) વાળીમાં હેરાફેરી કરી મોબાઇલ ફોન-૧ (કિ.રૂ.૫૦૦૦) નો સાથે લઇ નીકળી આરોપી જયદીપભાઇ કાઠી દરબાર અને હિતેશભાઇ કોળી રહે. બંને ચોટીલા મફતીયાપરા વાળાઓ ગાડીના આગળના ભાગે સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇ પાઇલોટીંગ કરી ગુન્હામાં એકબીજા સાથે મેળાપીપણુ કરતા આરોપી દિલીપ ગાબુને કુલ મુદામાલ કિ.રૂ.૧,૦૯,૦૦૦/ સાથે દબોચી લીધો હતો. તથા ફરાર આરોપીઓને ઝડપી પાડવા મોરબી તાલુકા પોલીસે તાપસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,277

TRENDING NOW