Friday, May 2, 2025

વાંકાનેર મોરબી હાઇવે પર કન્ટેનર ટ્રક નીચે જંપલાવી અજાણ્યા યુવાને આત્મહત્યા કરી લેતા મોત

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી નજીક પસાર થઈ રહેલા ટ્રક કન્ટેનરના પાછળના ભાગે કૂદીને આત્મહત્યા કરી લેનાર અજાણ્યા પરપ્રાંતીય યુવકનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાનના હાથમાં નેનુસીંગ નામ ત્રોફાવેલ છે ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી મૃતકના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર વાંકાનેર ઢુંવા ચોકડી પાસે પસાર થઈ રહેલ ટ્રક કન્ટેનર રજી.નં. જીજે ૧૨ એઝેડ ૩૪૯૯ના પાછળના વ્હીલના જોટા કૂદીને કોઈ અજાણ્યા પરપ્રાંતીય આશરે ૩૦ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા યુવકે આપઘાત કરી લેતા તેનું ટ્રકના તોતિંગ વ્હીલમાં માથું છુંદાઈ જતા સ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ત્યારે બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં ટ્રક કન્ટેનર ચાલક રાકેશસિહ લાડુસિંહ ગેહલોત ઉવ. ૩૦ રહે.મૂળ રાજસ્થાન હાલ મુંન્દ્રા, આશાપુરા લોજીસ્ટીક ટ્રાન્સપોર્ટ, જી.ભુજની જાહેરાતના આધારે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી હતી

આત્મહત્યા કરી લેનાર આધારે ૩૦ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા પરપ્રાંતીય શખ્સના જમણા હાથની કલાઇ ઉપર અંગ્રેજીમાં NENU અને હિન્દીમાં નેનુસીંગ અને ઉપરની બાજુ ત્રીશુલ આકારની ડીઝાઇન અને પોંચા ઉપર ઓમ ત્રોફાવેલ છે. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અજાણ્યા મૃતક પરપ્રાંતીય શખ્સના વાલી વારસની શોધખોળ શરૂ કરી છે. જો કોઈ મૃતકને ઓળખતું હોય કે તેના પરિચય બાબતની કોઈ વિગત માળે તો વાંકાનેર તાલુકા પોલીસ મથકે સંપર્ક કરવા અપીલ કરાઇ છે.

Related Articles

Total Website visit

1,502,689

TRENDING NOW