વાંકાનેર મુકામે યોજાનાર મહાસંમેલન રદ કરાવવા રાજકીય કાવાદાવા શરૂ
સંમેલન માટે વાંકાનેર નગરપાલીકા ગ્રાઉન્ડ ની મળેલ મંજુરી છેલ્લી ઘડીએ તંત્ર દ્વારા રદ કરાતા મહાસંમેલન ના સ્થળ મા ફેરફાર કરાયો
લોહાણા મહિલા અગ્રણી શ્રીમતિ જયશ્રીબેન સેજપાલ સંચાલિત વાંકાનેર નગરપાલીકા ને સુપરસીડ કરી રઘુવંશી સમાજ નુ રાજકીય પતન કરવાનો કારસો પક્ષ ના જ અમુક નેતાઓ દ્વારા ઘડી કાઢવામાં આવ્યો હોય ત્યારે રઘુવંશી સમાજ ને થતા અન્યાય ના વિરોધ મા લોહાણા સમાજ અગ્રણી જીતુભાઈ સોમાણી દ્વારા શ્રીમતિ જયશ્રીબેન સેજપાલ ના સમર્થન મા તા.૨૬-૬-૨૦૨૨ રવિવાર સાંજે ૭ઃ૩૦ કલાકે મહાસંમેલન વાંકાનેર મુકામે બોલાવવા મા આવ્યુ છે ત્યારે તે સંમેલન માટે વાંકાનેર નગરપાલીકા ના ગ્રાઉન્ડ ની પૂર્વ મંજુરી મળી ગયેલ હતી પરંતુ રાજકીય વિરોધીઓ સતા નો દુરઉપયોગ કરી તંત્ર ને પોતાની કટપુતડી બનાવી છેલ્લી ઘડીએ મંજુરી રદ કરાવી સંમેલન રદ કરાવવા ની નિષ્ફળ ચેષ્ઠા કરી છે પરંતુ મહાસંમેલન તા.૨૬-૬ રવિવાર સાંજે ૭ઃ૩૦ કલાકે જ યોજાશે. જીતુભાઈ સોમાણી તથા સમસ્ત લોહાણા સમાજ ની તાકાત જોઈ હાર ભાળી ગયેલ વિરોધીઓને પાઠ ભણાવવા તા.૨૬-૬ રવિવાર સાંજે ૭ઃ૩૦ કલાકે જ સંમેલન યોજાશે.
હવે આ મહાસંમેલન “કિરણ સિરામીક, નિર્મલા સ્કુલ થી આગળ, જડેશ્વર રોડ, વાંકાનેર” ખાતે તા.૨૬-૬-૨૦૨૨ રવિવાર ના રોજ સાંજે ૭ઃ૩૦ કલાકે જ યોજાશે.