વાંકાનેર : પ્રજાવત્સલ રાજવી કેશરીદેવસિંહને વિધિવિધાન મુજબ અને રાજવી પરંપરા અનુસાર રાજતિલક વિધિ કરવાની શાહી પરંપરાનો પાંચ દિવસીય મહોત્સવ શરુ થઈ ચુક્યો છે તે દરમિયાન ગઈકાલે વાંકાનેર રાજવી પરિવાર દ્વારા જુના દરબારગઢ ખાતે બ્રહ્મચોર્યાસીનું આયોજન કરાયું હતું જ્યાં ભૂદેવો, સંતો, મહંતો દ્વારા મહારાણા કેશરીદેવસિંહને મંત્રોચ્ચાર સાથે આશીર્વચનો પાઠવવામાં આવ્યા હતા.

આ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બ્રહ્મ ચોર્યાસીના ભોજન સમારંભમાં કેસરીદેવસિંહ દ્વારા ભૂદેવોને ભોજન પીરસવામાં આવ્યું હતું. આ તકે બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને સાધુ સમાજના આગેવાનો દ્વારા કેસરીદેવસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે સમસ્ત બ્રહ્મસમાજ મોરબી જિલ્લા પ્રમુખ ભરતભાઇ ઓઝા, પ્રવીણભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ દ્વારા મહારાજાને પાઘડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન અશ્વિનભાઈ રાવલ, રજનીભાઇ રાવલ, સુરેશભાઈ ભટ્ટ,
અમરશીભાઈ મઢવી, ભરતભાઈ ઓઝા, દુષ્યંત ઠાકર સહિતનાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
