વાંકાનેર: મચ્છુ નદીમા ન્હાવા પડેલ યુવકનુ પાણીમાં ડૂબી જતાં મોત
મોરબી: વાંકાનેરમાં મચ્છુ નદીમાં ન્હાવા પડેલ યુવકનુ પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર પરશુરામ પોટરીમા રહેતો લલીતભાઈ સોમાભાઇ સારલા (ઉ.વ.૨૮) ગત તા.૦૧-૧૦-૨૦૨૨ ના રોજ સાંજના છ વાગ્યાના અરસામાં મચ્છુ નદી ચાવડો ધરો પાસે નદીમાં ન્હાવા જતા પાણીના ધરામાં ડુબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.