(અમિત રાજગોર દ્વારા) વાંકાનેર: નવલા નોરતામાં નવદુર્ગાના જુદા જુદા સ્વરૂપોની આરાધનાનો રૂડો અવસર ચાલી રહ્યો છે. ત્યારે વાંકાનેર શહેર ભાજપની ટીમ અને કેસરીદેવસિંહજી વાંકાનેર સ્ટેટ દ્વારા વાંકાનેરની જુદી-જુદી ગરબીની મુલાકાત લઇને ગરબે રમતી બાળાઓ અને ઉત્સાહપૂર્વક મહેનત કરતા ગરબીના આયોજકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

સૌપ્રથમ ગઢની રાંગે જગદીશભાઈ જોશી દ્વારા સંચાલિત બહુચરાજી ગરબી કે જ્યાં ૩ વર્ષથી 10 વર્ષ સુધી ની બાળાઓ કે જેને કોઈપણ ફી લીધા વગર ગરબીમાં રાખવામાં આવે છે, તે નાની નાની બાળાઓ માં સાક્ષાત મા નવદુર્ગાના જુદા જુદા રૂપના દર્શન થાય છે આ ગરબીમાં કુલ 435 બાળાઓ છે. જે નાની નાની બાળાઓ પોતાની કાલીઘેલી રીતે રમી ને માતાજીને રીઝવવાનો પ્રયત્ન કરે છે ત્યાં કેસરી દેવ સિંહજી વાંકાનેર શહેર પ્રમુખ પરેશભાઇ મઢવી મહામંત્રી કે.ડી ઝાલા ઉપપ્રમુખ અમિતભાઈ શાહ અને હિરેનભાઈ ખીરૈયા તેમજ બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ અમુભાઈ ઠકરાણી એ હાજરી આપીને દરેક બાળાઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

ત્યારબાદ નર્મદેશ્વર ગરબી મંડળ કે જ્યાં રોજ નવા-નવા વિષય દ્વારા સમાજને કંઈક નવો સંદેશો આપવાનો પ્રયત્ન થાય છે ત્યાં આગલા દિવસે માતૃભૂમિમાં જાન ન્યોછાવર કરનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને સ્ત્રી સશક્તિકરણ ની સરસ મજાની સ્પીચએ આપેલ હતી અને નાની નાની બાળાઓએ સરસ મજાનો મેલડી માતાજી નો રાસ રજુ કરીને અને મેલડી માં ની સવારી દ્વારા સાક્ષાત મેલડી માં ના દર્શન નો અનુભવ કરાવી ને લોકોને ભાવવિભોર કર્યા હતા. ત્યાં ટીનુભા, પદુભા, કિશોરસિંહ, રવિભાઈ, મામા અને ગઢવીભાઈની રાત-દિવસની મહેનતને કેસરી દેવ સિંહજી અને વાંકાનેર ભાજપની ટીમે બિરદાવી હતી.
