Tuesday, March 10, 2026

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ટ્રકમાં પાવડરની આડમાં સંતાડેલ અંગ્રેજી દારૂના જથ્થા સાથે એક ઇસમ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ટાટા વાહનમાં પાવડરની આડમાં સંતાડેલ અંગ્રેજી દારૂની 130 બોટલ સાથે એક ઇસમને મોરબી એલસીબી ઝડપી પાડ્યો છે.

મોરબી એલસીબીના પોલીસ.ઇન્સ. વી.બી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીને લગતી અસરકારક કામગીરી કરવા પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન એલસીબીના પોલીસ હેડ કોન્સ્ટેબલ પૃથ્વિરાજસિંહ જાડેજા, તથા પો.કો. વિક્રમભાઇ કુંગસીયાને બાતમી મળેલ કે, અમદાવાદ-રાજકોટ હાઇવે રોડ, વાંકાનેર બાઉન્ડ્રી ટાટા 1109 વાહન નં. GJ-03-AZ-3289 વાળી પસાર થનાર છે. જે વાહનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો અંગ્રેજીદારૂનો જથ્થો ભરેલ છે. તેવી સચોટ બાતમી આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે પોલીસે વાહનની વોચમાં હતા.

તે દરમ્યાન બાતમી વાળુ વાહન મળી આવતા જેને ચેક કરતા પાવડરની થેલીઓ તથા સ્પેરપાર્ટની આડમાં ભારતીય બનાવટનો અંગ્રેજીદારૂનો જથ્થો મળી આવતા પકડાયેલ ટ્રક ચાલક રાજુલાલજી નાનાલાલજી ખીમાજી મીણા (રહે. પાટીયા પડ઼ણા તા.ગીરવા થાણુ-ટીડી પોસ્ટ પડુણા જી. ઉદયપુર રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. અને તથા માલ મંગાવનાર તથા માલ મોકલનાર વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળેનો ગુનો નોંધાયો છે. પોલીસે . સીગ્નેચર રેર અગેડ વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ-૪૦ (કી.રૂ. ૩૨,૮૦૦), બ્લેન્ડર પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ-૪૦ (કી.રૂ. ૩૪,૦૦૦), ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ-૫૦ (કી.રૂ. ૩૬,૦૦૦), ટાટા 1109 વાહન નં. GJ-03-AZ-3289 (કિ.રૂ.૧૦,૦૦૦,૦૦) તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૧૩,૯૨,૮૪૦ નો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ કામગીરીમાં વી.બી.જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા પો.હેડ.કોન્સ. દિલીપભાઇ ચૌધરી, પૃથ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા પો.કોન્સ. વિક્રમભાઇ કુગસીયા, રણવીરસિંહ જાડેજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Related Articles

Total Website visit

1,595,225

TRENDING NOW