Monday, June 29, 2026

વાંકાનેર: પ્રેમ લગ્ન બાબતેનો ખાર રાખી યુવકની માતાને યુવતીના પિતાએ લાકડી વડે ફટકારી

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર: પ્રેમ લગ્ન બાબતેનો ખાર રાખી યુવકની માતાને યુવતીના પિતાએ લાકડી વડે ફટકારી

વાંકાનેર: યુવકે પ્રેમ લગ્ન કરતા દીકરીના પીતાએ પ્રેમ લગ્ન બાબતેનો ખાર રાખી યુવકની માતાને ગાળો આપી લાકડી વતી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભોગ બનનાર મહિલાએ આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે રહેતા શારદાબેન જાદવજીભાઈ સીતપરા (ઉ.વ.૪૦) એ આરોપી શંકર ઉર્ફે સંઘો પ્રેમજીભાઈ સીતાપરા રહે. લીંબાળા તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૦૫-૧૧- ૨૦૨૩ ના રોજ કોઈ પણ વખતે ફરીયાદીના દિકરાએ આરોપીની દિકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે સારૂ નહી લાગતા ફરીયાદીને આરોપીએ ગાળુ આપી લાકડી વતી બંને હાથે ફેકચર કરી માથે મુંઢ ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર શારદાબેને આરોપી વિરુદ્ધ વાકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી આઇપીસી કલમ -૩૨૩,૩૨૫,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,707

TRENDING NOW