વાંકાનેર: પેડક સોસાયટીમાં રહેણાક મકાનમાથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો
વાંકાનેર: વાંકાનેર શહેરમાં પેડક સોસાયટીમાં આવેલ રહેણાંક મકાનમાં સીટી પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડીને વિદેશી દારૂના વિપુલ જથ્થાને કબજે કર્યો છે તથા આરોપીને ઝડપી પાડી ધોરણની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ તા. 18 જાન્યુઆરીના રોજ વાંકાનેર સીટી પોલીસે પેડક સોસાયટીમાં નાગાબાવાના મંદિર સામે આવેલા આરોપી કમલેશ જાનકીદાસ દુધરેચીયાના રહેણાંક મકાનમાં દરોડા પાડ્યા હતા. જ્યાં આરોપી કમલેશ અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ ૯૭ બોટલો સાથે મળી આવ્યો હતો. તેથી પોલીસે કુલ રૂપિયા ૩૯,૮૫૫નો મુદામાલ જપ્ત કર્યો હતો અને પ્રોહી.એકટ કલમ- ૬૫એ.ઇ,૧૧૬બી મુજબ ગુનો નોંધીને કમલેશને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.





