વાંકાનેર નો એમડી ડ્રગ્સ નો આરોપી ટાટા કંપનીનું ડુપ્લીકેટ ઓઇલ બનાવતો હોવાનો ખુલાસો થયો.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.8 જાન્યુઆરીના રોજ વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે આવેલ આદિત્યરાજ રીફેક્ટરીઝ નામના કારખાનાના કમ્પાઉન્ડમા આવેલી ઓફીસ કમ ઓરડીમાં મોરબી એલસીબી ટીમે દરોડો પાડી રાજસ્થાનના બાડમેર જિલ્લાના ઓમપ્રકાશ હનુમાનરામ ચૌધરી નામના શખ્સને મ્યાઉ મ્યાઉ નામે ઓળખાતા એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા બાદ ઓફિસની તલાસી લેતા ઓફિસમાથી વાહનોમાં ઉપયોગમાં લેવાતા ટાટા કંપનીના DEF યુરિયાની 99 ડોલ તેમજ સ્ટીકર સહિતની વસ્તુઓ મળી આવતા આ મામલે ટાટા કંપનીને જાણ કરવામાં આવી હતી. દરમિયાન ટાટા કંપનીની ઓરીજીનલ પ્રોડક્ટના ડુપ્લીકેટ માલ બનાવવા અને વેચાણ મામલે ગઈકાલે કંપનીના ઓથોરાઈઝડ અધિકારી સુનિલભાઈ મહેન્દ્રભાઇ વોરા, રહે.ગાંધીનગર, સેકટર-4 દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી ઓમપ્રકાશ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ટાટા જેન્યુઇન DEF યુરિયાની 20 લીટર ક્ષમતાની 99 ડોલ કિંમત રૂપિયા 1,38,600 તેમજ ડોલ ઉપર લગાવવાના સ્ટીકર નંગ 234 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કોપીરાઈટ એકટ તેમજ ટ્રેડ માર્ક એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.