Saturday, March 14, 2026

વાંકાનેર ના રાતિદેવડી ગામે યુવક દ્વારા લગ્ન કરવા માટે બળજબરી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના રાતિદેવડી ગામે યુવક દ્વારા લગ્ન કરવા માટે બળજબરી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઇ.

વાંકાનેર ના રાતિદેવડી ગામે રહેતા એક યુવક દ્વારા આ કામના ફરિયાદી યુવતીને પીછો કરી મોબાઈલ આપી તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવતા સમગ્ર મામલો વાંકાનેર પોલીસ મથક એ પહોંચ્યો હતો.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર ના રાતિદેવડી ગામે રહેતા વૈશાલીબેન ઉર્ફે સંગીતાબેન ડો.ઓફ કાન્તીલાલ રાજાભાઇ વોરા જાતે અનુજાતી ઉ.વ.૨૧ વાળા એ વાંકાનેર સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આ કામના આરોપી હાર્દીક તેમને ગત તારીખ ૨૫/૦૧ ના રોજ પીછો કરી તેને મોબાઈલ આપી લગ્ન કરવા માટે દબાણ કરતો હોઈ ત્યારે ફરિયાદી દ્વારા ના પડતા આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે ફરિયાદી દ્વારા આ કામના આરોપી(૧) હાર્દિક (૨)દેવુબેન નં(૩)રવજીભાઇ દાનાભાઇ નં(૪)અનુબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી ત્યારે પોલીસ દ્વારા આ કામના આરોપી નંબર એકને પકડી પાડવામાં આવ્યો છે ત્યારે અન્ય આરોપીને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,596,658

TRENDING NOW