મોરબી તાલુકામાં એક બાળકના અપહરણની સાહી હજુ સુકાઈ નથી ત્યાં વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીકથી કારખાનામાંથી વધુ એક બાળકના અપહરણનો કિસ્સો સામે આવ્યો છે તો ધટનાની જાણ થતા જ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દોડી જઈને વધુ તપાસ હાથ ધરી છે
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે શ્યામ કોલ કારખાનામાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના લીમ્બી ગામના વતની પવન કૈલાશભાઇ નીંગવાલના સાડા પાંચ વર્ષના પુત્ર રીતીકને ગત તા.3 ના રોજ કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી જતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે કોઈ ને આ બાળક વિશે માહિતી મળે તો આ મો no પર સંપર્ક સાધવો
02828220665