વાંકાનેર ના મીલ પ્લોટ વિસ્તારમાં વર્લી રમતા વૃદ્ધ ઝડપાયા.
વાંકાનેર માં મીલ પ્લોટ વિસ્તારમાં વર્લીનો જુગાર રમતા એક વૃદ્ધને વાંકાનેર સિટી પોલીસે પકડી પાડયા છે. ત્યારે આ અંગે જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાંથી સીટી પોલીસે હનીફભાઈ બચુભાઇ ભટ્ટી નામના વૃદ્ધને જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 880 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.