Wednesday, June 17, 2026

વાંકાનેર ના તીથવા ગામે કોપર વાયરના જથ્થાની થયેલ ચોરી અથવા છળકપટ કરી લઈ ગયેલ મુદ્દામાલ સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના તીથવા ગામે કોપર વાયરના જથ્થાની થયેલ ચોરી અથવા છળકપટ કરી લઈ ગયેલ મુદ્દામાલ સાથે એક ઝડપાયો.

લોકલ ક્રાઇમ બ્રાન્ચ મોરબીની ટીમે બાતમીના આધારે વાંકાનેર તાલુકાના તીથવા ગામ પાસેથી ચોરી કે છળકપટથી મેળવેલ કોપર વાયર તથા કાર મળી કુલ કી.રૂ. ૭,૦૦,૦૦૦ ના મુદામાલ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. જો કે રેઇડ દરમિયાન અન્ય બે આરોપીઓના નામ ખુલતા બન્ને ફરાર દર્શાવી તપાસ હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલસીબી સ્ટાફના માણસો વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં એલસીબીને લગત કામગીર સબબ પેટ્રોલીંગમાં હતા.. દરમ્યાન તીથવા ગામ પાસેથી મારૂતી સુઝુકીની કેરી ગાડી નંબર-GJ-36-V-0882 માં પ્લાસ્ટીકના ૧૯ બાચકાઓમાં કોપર વાયર લઇ કાર ચાલક નિકળતા જે બાબતે કાર ચાલકની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ ન હોય જેથી કાર ચાલક અકબરભાઇ અલીભાઇ ભોરણીયા (ઉવ-૪૯ રહે.તીથવા ગામ તા.વાંકાનેર)ને કોપર વાયર જેનો વજન આશરે ૧૧૦૦ કિ.ગ્રા કિ.રૂ.૫,૫૦,૦૦૦, મારૂતી સુઝુકીની કેરી ગાડી નંબર-GJ-36-V-0882 કી.રૂ. ૧,૫૦,૦૦૦ મળી કુલ કિ.રૂ.૭,૦૦,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય આરોપીઓ હસુભાઇ (રહે. ધ્રાંગધા જી.સુરેન્દ્રનગર), ચંદ્રેશભાઇ કંસારા (રહે. રાજકોટ)ના નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,505

TRENDING NOW