Monday, March 9, 2026

વાંકાનેર ના તરકિયા ગામ નજીક થી વિસ્ફોટક પદાર્થ સાથે એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના તરકિયા ગામ નજીક થી વિસ્ફોટક પદાર્થ સાથે એક ઝડપાયો.

મોરબી એલસીબી ટીમે વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં જરીયા મહાદેવ મંદિર તરફ જતા જાહેર માર્ગ ઉપર વિસ્ફોટ કરનાર એક શખ્સને વિસ્ફોટક પદાર્થના મોટા જથ્થા સાથે ઝડપી લઈ 1લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, ઝડપાયેલા આ આરોપીએ અન્ય બે આરોપીના નામ કબુલતા પોલીસ ટીમે ત્રણેય વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં એક્સપલોઝીવ એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તરકિયા ગામની સીમમાં જરીયા મહાદેવ તરફ જતા માર્ગ ઉપર વિસ્ફોટ કરવામાં આવી રહયા હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી બનાવ સ્થળેથી આરોપી વનરાજ બેચરભાઈ હડાણી રહે.અદેપર, તા.વાંકાનેર નામનો શખ્સ સુપર પાવર એમ્યુલેશન ટોટા નંગ 121 કિંમત રૂપિયા 1815, ડિટોનેટર કેપ નંગ 33 કિંમત રૂપિયા 660, એક્સપલોઝીવ પદાર્થ સાથેનો વાયર, એક ટ્રેકટર, એક એર કમ્પ્રેસર અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,08,525ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

Related Articles

Total Website visit

1,595,205

TRENDING NOW