વાંકાનેરના કુંભારપરા વાડી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને રોકડ રૂ. 38600 સાથે વાંકાનેર સીટી પોલીસની ટીમે ઝડપી પાડીને આઠેય શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી મુજબ ગઈકાલે રાત્રીના સમયે વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી હતી કે, વાંકાનેરના કુંભારપરા વાડી વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટના અંજવાળે અમુક ઇસમો જુગાર રમે છે અને હાલ પણ જુગાર ચાલુ છે જે બાતમીના આધારે રેઈડ કરી જુગાર રમતા મેમાઇ લક્ષ્મણભાઇ દેકાવડીયા, રવિ ઉર્ફે કાશી કાળુભાઇ વસાણીયા, જયેશ ઉર્ફ હલો માભાઇ બાંભવા, અજય નાનુભાઇ મઢેસાણીયા, લખમણ દેવાભાઇ ગમારા, વિજય નાનજીભાઇ ઉઘરેજા, પરેશ રમણીકભાઇ રાવલ અને નવધણ વજાભાઇ શામળને રોકડ રૂ. 38600 સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.