વાંકાનેર-ચોટીલા હાઇવે ઉપર ભલગામ નજીક રોંગ સાઈડમાં આવતા ટ્રકે બાઈકને હડફેટે લેતા બાઇક સવારનુ મોત નિપજ્યુ હતું.
મળતી માહિતી મુજબ મોરબીના બીલાયા ગામે રહેતા મનુભાઈ છગનભાઈ ગણવાએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગઈ કાલના રોજ વાંકાનેર ચોટીલા હાઇવે ઉપર ભલગામ નજીક મોટર સાઇકલ લઈને જઈ રહેલા દીનેશભાઇ છગનભાઇ ગણાવાને સામેથી રોંગ સાઈડમાં આવતા ટ્રક નંબર GJ-07-UU- 6860 નો ચાલકે બાઇકને હડફેટે લેતા દિનેશભાઇને ડાબા હાથમા તથા ડાબા પગમા ફેક્ચર જેવી ઇજા તથા છાતીમા તથા માથામા ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મુકી નાશી ગયો હતો. આ બનાવમાં ફરીયાદનાં આધારે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલકને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.