વાંકાનેર: ગજાનંદ ગ્રુપ આયોજીત ગણેશ ઉત્સવમાં પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીએ દુંદાળાદેવની આરતી ઉતારી
પૂર્વ નગરપતિનું રજવાડી ઠાઠ સાથે સ્વાગત-સન્માન કરવામાં આવ્યું

વાંકાનેર પંચાસર રોડ નવાપરા ખાતે ગજાનંદ ગ્રુપ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમજ ગણેશ ઉત્સવ દરમિયાન હરરોજ આરતી બાદ વિવિધ પ્રકારના સાંકૃતિક કાર્યક્રમો પણ યોજાય છે.

જેમાં ગજાનંદ ગ્રુપ આયોજીત ગણેશ ઉત્સવના આઠમા દિવસે ગણેશ ઉત્સવ સમિતિના મોભી અને વાંકાનેરના પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીનું પુષ્પ વર્ષા કરી રજવાડી ઠાઠ સાથે ગજાનંદ ગ્રુપના સભ્યો દ્વારા સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું તેમજ જીતુભાઈ સોમાણી દ્વારા આરતીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી સાથે જીતુભાઈ સોમાણી દ્વારા ગજાનંદ ગ્રુપના સભ્યોને ભવિષ્યમાં પણ આવા સુંદર ધાર્મિક આયોજન કરતા રહો તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ મહાઆરતી દરમિયાન શિવસેના તાલુકા પ્રમુખ મયુર ઠાકોર તેમજ શહેર પ્રમુખ મેહુલ ઠાકોર પણ હાજર રહ્યા હતા






