વાંકાનેર ગાયત્રી મંદિર નજીક રહેતા ફરિયાદી પીન્ટુભાઈ જીણાભાઈ મળદરીયાએ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). શૈલેષભાઈ ગંગારામભાઈ ચારોલીયા, ૨). ગંગારામભાઈ નાજાભાઇ ચારોલીયા, ૩). સંજયભાઈ ગંગારામભાઈ ચારોલીયા અને ૪). હકુભાઇ ગંગારામભાઈ ચારોલીયા સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓને સાથે ફરિયાદી અગાઉ ઝઘડો થયો હોય, જેનું મનદુઃખ રાખી ફરિયાદીનો દિકરો વિક્રમ મંદિરે દિવાબતી કરવા જતાં તેને ‘ સામે કેમ જુએ છે ? ‘ કહી લાફો મારી લેતાં આ બાબતે ફરિયાદી આરોપીઓને સમજાવતા ચારેય આરોપીઓએ ફરિયાદી તથા તેમના પરિવાર પર હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે પોલીસે ચારેય ઇસમો સામે બીએનએસ કલમ ૧૧૫(૨), ૧૧૮(૧), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.