મોરબી: વાંકાનેર તાલુકાના સરતનપર રોડ પર આવેલ કોટો ફેક્ટરીમાં યુવાને ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સરતનપર રોડ પર આવેલ કોટો સેનેટરી કારખાનાની ઓરડામાં રહેતા ૩૭ વર્ષીય ભરતભાઈ દેવજીભાઈ મકવાણા (મુળ.રહે. મેથાણ,તા, ધ્રાંગધ્રા,જી. સુરેન્દ્રનગર) ગઇકાલના રોજ કોટો સેનેટરી કારખાનાની ઓરડીમાં કોઈ કારણસર ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે નોંધ કરી મરણજનાર એ કયા કારણોસર ગળો ફાંસો ખાધો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.