વાંકાનેરના ચંદ્રપુર, ગુલશનપાર્ક સોસાયટીમાં રહેતા કટલેરીના વેપારીના ઘરને તસ્કરોએ નિશાન બનાવી મકાનમાંથી ૪૦ હજારની રોકડ, દાગીના સહિત ૧.૧૨ લાખનો મુદ્દામાલ ચોરી જતા વાંકાનેર સિટી પોલીસ મથકમાં અજાણ્યાં શખ્સ સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ચંદ્રપુર, ગુલશનપાર્ક સોસાયટીમા ભાડાના મકાનમાં રહેતા અને કટલેરીના વેપાર સાથે સંકળાયેલા મકબુલભાઈ અબ્દુલભાઈ મેસાણીયા (ઉ.વ.-૩૭)ના મકાનમાં ગઈકાલે રાત્રીના સમયગાળા દરમિયાન તસ્કરો ત્રાટકયા હતાં. મકાનના તાળા અંદર પ્રવેશેલ શખ્સોએ કબાટમાથી ૪૦૦૦૦ રોકડા, સોનાનો દોઢ તોલાનો ચેઈન કિ.રૂ.૩૦૦૦૦, કાનમા પહેરવાના એરીંગલટ કિ.રૂ.૩૦૦૦૦, સોનાની નાની બુટી, કડી તથા ત્રણ કાનમાં પહેરવાના દાણા, ચાર વીંટી જે આશરે અડધા તોલાના જુના સોનાના દાગીના કિ.રૂ.-૧૦૦૦૦ તથા એક જોડી ચાંદીના સાંકળા વજન આશરે ૫૦ ગ્રામ કિ.રૂ.-૨૦૦૦ સહિત કુલ કિ.રૂ.૧,૧૨૦૦૦ નો મુદામાલ ઉસેડી ગયા હતા. આ અંગે મકબુલભાઈને જાણ થતાં તેમને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.