વાંકાનેર તાલુકાના ભાટિયા સોસાયટી જલારામ જિન પાછળ રહેતી સગીરાએ ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભાટીયા સોસાયટી જલારામ જીન પાછળ રહેતી સારાબેન મહેબુબભાઇ ધણીયા (ઉ.વ ૧૬)એ પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આ બનાવન અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.