વાંકાનેરના ખંભાળા ગામે પવનચક્કી નાખવા બાબતે વિવાદ ચાલી રહ્યો હોય જેથી અરજીની તપાસમાં ગયેલ પીઆઇ તથા સ્ટાફની ટીમ ઉપર મહિલા સહિતના ઉશ્કેરાઇ જઈ પીઆઇ ઉપર ધોકા વડે હૂમલો કર્યો હતો. આ બનાવની જાણ થતાં, એસપી, ડીવાયએસપી સહીતના પોલીસ અધિકારીઓ સ્થળ ઉપર દોડી ગયા હતા. અને ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ બનાવમાં 5 મહિલા સહિત 33 ઇસમો વિરૂધ ગુનો નોંધવામાં આવ્યો છે.
વાંકાનેરના ખાંભાળા ગામે ખાંભાળા ગામે કીનટેક સીનજૅી પ્રાઈવેટ લીમીટેડની પવનચક્કી ઉભી કરવા સામે ગ્રામજનોએ વિરોધ કરી રહ્યા હોય વાંકાનેર સિટી પીઆઇ બટુકસીહ ગુમાનસીહ સરવૈયા (ઉવ.૫૮) સહિતનો કાફલો ખાંભાળા ગામે તપાસ માટે ગયો હતો અને ગ્રામજનોને તમને પવનચક્કી ઉભી થાય તો શું વાંધો છે તેવો સવાલ પૂછી વાંધાઓ જણાવા કહેતા જ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ પીઆઈ ઉપર ધોકા વડે હુમલો કર્યો હતો.
વાંકાનેર સિટી પીઆઇ ઉપર કુંડલી વાડી લાકડીથી માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે વાંકાનેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સ્વસ્થ થયા બાદ ખાંભાળા ગામે રહેતા રમેશભાઇ હઠાભાઇ, મોના જીવણ, ગોપાલ મોના, મોમ જીવણ, કાના હમીર, તેજા જીવણ, ગુણા મોમ, રામા ઉર્ફે ઉકો તેજા, ગુણા મોના, ધના થોભણભાઇ, માધા ભારાભાઇ, રમેશ મશરૂભાઈ, મૈયા પાચાભાઈ, છેલા ધારાભાઈ, વરવા પાચાભાઇ, રાજુ ધારા, ભુપત ભલા, બાબુ ભલા, બાલા કારા, જગા હમીર, છેલા મુળા, પાચા મુળા, રણછોડ મોના, જીતા મોમ, નાનુ થોભણ તથા ત્રણેક અજાણ્યા પુરૂષ તથા પાંચેક અજાણી સ્ત્રી વિરુદ્ધ પોતાના ઉપર થયેલા સામુહિક હુમલા અંગે ફરિયાદ નોંધાવી હતી. વધુમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઉપર થયેલા આ હુમલા પ્રકરણમાં તેમના જ પોલીસ સ્ટેશનમાં 33 ઇસમો સામે રાયોટિંગ, ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પીએસઆઇ બી.ડી.જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.
