Thursday, May 1, 2025

વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ત્રીવિધ કાર્યક્રમ યોજાયા.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ત્રીવિધ કાર્યક્રમ યોજાયા.

તાજેતરમાં વાંકાનેર શહેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયા જેમાં ઉત્તરપ્રદેશમાં યોજાનર કુંભમેળાના અનુસંધાને 20 થી 22 ડિસેમ્બર સુધી એક સ્ટીલની થાળી અને થેલા માટે કાર્યક્રમ યોજાયો જે દરમિયાન વાંકાનેરમાં ત્રણ દિવસમાં 1100 થાળી અને કાપડના થેલા માટેના સેટ મોકલવામાં આવ્યા હતા ઉપરાંત 27 થી 29 ડિસેમ્બર સુધી વાંકાનેર મિલપ્લોટ વિસ્તારમાં સ્થિત પટેલવાળી ખાતે નગર અને તાલુકાનો ત્રીદિવસીય પ્રારંભિક વર્ગનું આયોજન કરવામાં આવ્યુ જેમાં 64 શિક્ષર્થીઓએ ભાગ લીધો હતો તદુપરાંત 29 ડિસેમ્બરના રોજ સંઘ પરિવારનો સમૂહ ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાઈઓ બહેનો સહિત 350થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા આ ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયં સેવકો દ્વારા ભારે જાહેમત ઉઠાવી હતી

Related Articles

Total Website visit

1,502,626

TRENDING NOW