વાંકાનેર: વાંકાનેરનાં નવાપરા વાસુકી મંદિર સામે ને.હા.રોડ ઉપર બાઈક પર ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા એક ઈસમને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરા વાસુકી મંદિર સામે ને.હા.રોડ ઉપર આરોપી વિપુલ અરવિંદભાઈ સોલંકી (ઉ.વ.૨૬.રહે.દલડી,તા. વાંકાનેર) પોતાના નંબર પ્લેટ વગરના હિરો સ્પેલન્ડર પ્લસ મોટરસાયકલ જેના ચેસીસ નં-MBLHA10CGGHJ80994 (કીં.રૂ. ૨૦,૦૦૦) ઉપર ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૦૧ (કીં.રૂ.૩૦૦) રાખી હેરાફેરી કરતા મળી આવતા કીં.રૂ.૨૦,૩૦૦ના કુલ મુદ્દામાલ સાથે પોલીસે પકડી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.