વાંકાનેરમાં બાઇક ઉપર દારૂની હેરાફેરી કરતો ટંકારાના ઇસમને વાંકાનેર સીટી પોલીસ ટીમે પકડી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન શંકાસ્પદ હાલતમાં નીકળેલા બાઇક નં.GJ-03-CG-9044 ના ચાલક સાગર વિનુભાઈ (રહે. નેકનામ, તા.ટંકારા)ને ઉભો રાખવી તલાસી લીધી હતી. અને તેની પાસથી વિદેશી દારૂ બોટલ નંગ. 6 (કિંમત રૂ. 1800) મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી. સાથે દારૂનો જથ્થો તેમજ બાઇક મળી કુલ રૂ. 16,800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ શખ્સ વિરૂધ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કામગીરીમાં એ.એસ.આઇ. હિરાભાઈ મઠીયા, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન તથા પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહ ઝાલા, શૈલેષભાઈ સોલંકી, અક્ષયસિંહ મહેન્દ્રસિંહના ઓ દ્વારા કરવામાં આવેલ છે.